Sunday, September 6, 2015

મસાન : ભાગ્યે જ બનતા મૂવીઝમાંનુ એક

બહુ ઓછા મૂવીઝ એવા બનતા હોય છે જે જોઈને એવું લાગે કે આવી ઘટના તો મારી સાથે પણ બનેલી છે.પછી એ આખું મૂવી પણ હોય શકે ને મૂવીનો કોઈ ૫-૧૦ સેકન્ડનો સીન પણ હોય શકે.બસ એવું જ કઈક આ મૂવીનું પણ છે.

સેક્સ જેવા પ્રાકૃતિક આવેગને પણ આપણા દેશમાં એક ટેબુ(taboo) ગણવામાં આવે છે.ફિલ્મની મુખ્ય નાયિકા,એક કમ્પયુટરના ક્લાસ લેતી એક નાના શહેરની સામાન્ય યુવતી છે. જેને બોયફ્રેન્ડ છે.જેને જિંદગીને ચસચસાવીને જીવવી છે.જીવનની એ પળ એને ચોરવી છે. બોયફ્રેન્ડ સાથેની ચોરેલી એ પળને  જીવવી છે. એ કરવા માટે પણ એને સાડી પહેરીને માથામા સિંદૂર પૂરીને નીકળવું પડે છે. ફિલ્મની  શરૂઆતમાં જ તેની એ પ્રાઇવેટ પળની પથારી ફરી જાય છે. આતંકવાદીઓના  કોઇ અડ્ડા પર પોલીસ તાડુકતી હોય એ રીતે એ હોટલના રૂમમા ધાડ પાડે છે. પછી આખી દુનિયા એ નાયિકાની પાછળ પડે છે એને એહસાસ કરાવવા કે એણે કોઈક અસામાજિક કૃત્ય કર્યું છે.પણ એ છેક સુધી લડે છે અને પોતાનામા ક્યાય અપરાધભાવ નથી આવવા દેતી.નોકરીઓ બદલે છે. શહેર બદલે છે. પણ સમાજ સામે ચૂપચાપ લડે છે.

બીજી એક કહાની જે સમાંતર પહેલી વાર્તાની સાથે ચાલે છે. જેમા એક સ્મશાનમાં કામ કરતો અને સાથે ડિપ્લોમા ઇંજિનિયરીંગ કરતો એક યુવાન છે. જેને સ્મશાનમાં કામ કરવું જરાય પસંદ નથી પણ એના આખા પરિવારનુ કામ જ એ છે એટલે ના  છૂટકે પણ એને એ કામ કરવું પડે છે. એને આશા છે કે કેમ્પસ પ્લેસમેન્ટમા એને સારી નોકરી મળી જ જશે.પહેલો પ્રેમ થાય છે. પહેલા પ્રેમ થાય એવુ બધુ જ  થાય છે.ફોન પર થતી વાતો, શાયરી, ચોરેલી પળ, પહેલી કિસ,બાઇક પર છોકરાની પીઠ પર માથુ રાખીને વાતો કરતા કરતા હવા સાથે દોડવું.... અને પછી પહેલા પ્રેમમા જ લગભગ મોટા ભાગના લોકો સાથે થતું હોય છે એમજ  કુદરત તરફથી  મળતો એક જોરદાર  ઝાટકો... અને એવા સમયે જ કુદરત તરફથી જ મળેલા દોસ્તોનો રોલ ચાલુ થાય છે .
સામાન્ય જિંદગી જીવતા અસામાન્ય લોકોની વાત છે. પછડાઈ ને ઊભા થતા લોકોની વાત છે. જેને મોટા સપના જોવાનો સમય જ નથી. એ લોકો બસ જીવનની હાલની પરિસ્થિતિમા જ એટલા ફસાયેલા હોય છે કે એમાંથી નીકળવું જ એક મોટા સપના ને પુરુ કરવા જેવું હોય છે. જ્યારે આખી દુનિયા તમારી સામે આંગળી ચીંધતી હોય ત્યારે એની તરફ ધ્યાન આપ્યા વગર પોતાની જિંદગી શોધવાની કાહાની છે 

આ સિવાય મૂવીમા રાત્રે ઝગમગતો  ગંગા ઘાટ છે. ઇંડિયન ઓશનનુ લાજાવાબ આત્માને સ્પર્શ કરી જાય એવુ સંગીત છે.રોજ સ્મશાનમા આવતી લાશો છે અને ભડ ભડ બળતા મડદાઓ છે અને  અવિરત વહેતી,  શાંત અને સૌમ્ય ગંગા છે.

फिर तो झूमा बावला होक
फिर तो झूमा बावला होक
सर पे दाल फितूरी रे
(song from movie)

Sunday, August 23, 2015

પાટીદાર અનામત આંદોલન

દેશને જરુર છે આંદોલનની....પણ અનામતના નહિ....

આંદોલન થવું જોઇએ વસ્તી વધારો રોકવાનું.....નોકરીની નવી તકો ઊભી કરવાનું....દેશમા ઉચ્ચ્ કક્ષાની કોલેજ કે યુનિવર્સિટીની સ્થાપના થાય એવું આંદોલન થવું જોઇએ...
પાટીદાર સમાજના અનામત આંદોલનના સમાચાર લગભગ રાષ્ટ્રીય સમાચાર બની ચૂક્યા છે.રેલીની તારીખ અને સમયના મેસેજ વોટ્સ અપ પર ફરતા થયા છે.
વોટ્સ અપમાં તો ત્યાં સુધીના સમાચાર ફેલાવવામાં આવ્યા છે કે બહારગામથી રેલીમાં જે લોકો ભાગ લેવા માટે આવશે એમના માટે મફતમા બસની સુવિધા તેમજ શહેરમાં ખાવા પીવા તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે...જો ખરેખર આપણામાં આવી વ્યવસ્થા કરવાની તાકાત હોય તો એનો ઉપયોગ સાચી દિશામાં થવો જોઈએ ને...!!...ગામડામાંથી શહેરમાં ભણવા આવતા ગરીબ મધ્યમ વર્ગના લોકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા કેમ ન થઇ શકે??...ગામડામાથી શહેરમાં ઈન્ટરવ્યુ આપવા માટે આવતા તમારી જ જાતિના કોઇ વ્યક્તિને મફતમાં બસસેવા આપો ત્યારે એને ખરા અર્થમાં મદદ કહેવાય .બાકી કોઇ રાજનૈતિક સ્વાર્થ ખાતર તમે આવા આંદોલનમાં મદદ કરો તો તમે ના તો તમારી જાતિનુ ભલું કરો છો ના તો દેશનું...
અને એવુ પણ નથી કે પાટીદારના ગરીબ મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે મદદ કરવા વાળું નથી ..પણ એ આંકડો હજુ ઘણો નાનો છે.

એ વાત ૧૦૧% કબૂલ કે અનામતના લીધે સામાન્ય કેટેગરીના ગરીબ મધ્યમ વર્ગના લોકો સારી નોકરી કે પછી આઈ.આઈ.ટી કે આઈ.આઈ.એમ જેવી કોલેજોમાં એડમિશનથી વંચિત રહી જાય છે. એનો ઉકેલ અનામત નાબૂદી હોય શકે પણ અનામતમા પ્રવેશ માટેનું આંદોલન તો એનો ઉકેલ નથી  જ..

ચલો એવું માની પણ લઇએ કે અનામત મળી પણ ગઇ તો શું બધાંને નોકરી મળી જવાની છે?...બધાને શું આઈ.આઈ.ટી કે આઈ.આઈ.એમમાં એડમિશન મળી જવાનું છે???....છેલ્લે તો બધું ખુદના પરિશ્ર્મ અને ટેલેન્ટ પર જ આવીને ઊભું રહેવાનું ....સરકારી નોકરીને બાદ કરતાં બીજી બધી જ જગ્યાએ તમારું સ્કોરકાર્ડ અને તમારુ એકેડેમિક પરર્ફોરમન્સ જ જોવામાં આવશે ...નહિ કે તમારી જાતિનું પ્રમાણપત્ર....

દેશ પહેલાં પણ ગુલામ થયો હતો કેમ કે અંગ્રેજોને પણ આપણાં દેશની નબળાઈ ખબર હતી એટલે જ આપણને અંદર અંદર લડાવીને ગુલામ બનીવી લીધા અને દેશ લૂટાંઇ ગયો.પછી આઝાદી પાછી લેતા ફીણ આવી ગયા હતાં .દેશ મહાસતાનો પુરો પોટેન્શિયલ ધરાવે છે અને જાતે જબરબાદ થવાનો પણ...જો આવી રીતે જ દરેક વ્યક્તિ માત્ર અને માત્ર પોતાની જાતિ કે સમાજનું વિચારશે તો બની રહ્યો દેશ વિકસિત....

છતાંય જો તમારે આ અનામતનું આંદોલન કરવું જ હોય અને રેલીમાં ભાગ લેવો જ હોય તો રાજીખુશીથી એમ કરી શકો છો પણ મહેરબાની કરીને નીચે "જય સરદાર " એવું ન લખશો અને વોટ્સ અપ પર આ આંદોલનના પ્ર્ચાર માટે સરદાર પટેલનો ડીપી રાખીને એમનું અપમાન ન કરશો  .જયાં સુધી હું એમની જીવનકહાની જાણું છું એટલું તો હુ છાતી ઠોકીને કહી શકું કે એ મહાપુરુષ ક્યારેય આવા રેલી કે આંદોલનનું સમર્થન ન કરત.

લિ.
કેવિન પટેલ
(Category : General)

Wednesday, August 12, 2015

વિકાસ ભારતીયનો,ભારતનું શું???


માઇક્રોસોફ્ટ અને ગુગલમા સીઇઓ તરીકે ભારતીયની નિમણુક થયા પછી
ઘણા લોકોના સવાલ હતા કે વિશ્વની અગ્ર્ણી કંપનીઓમાં ઘણી બધી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દ્દાઓ પર ભારતીયો છે,કેમ આ લોકો પોતાના જ દેશમાં કોઇ ઉચ્ચ હોદ્દા પર નેત્તૃત્વ નથી કરી રહ્યા ?કેમ ભારતમાં એટલી તક નથી?
તો મિત્ર,સિકકાની એક તરફ તમે જોવો તો એવું જ લાગે કે આ દેશમાં તક બહું ઓછી છે.ગ્રેજ્યુએટ થઇને બહાર પડનારા માટે બેકારી રાહ જોઇને જ ઊભી છે.આઇ.આઇ.એમ કે આઇ.આઇ.ટીમા જેટલી સીટ હોય એના કરતાં સો ગણા લોકો બહાર લાઇનમા એડમિશન લેવા ઉભા છે.અને આપણા માટે ભણવુ એટલે સારી નોકરી મળવી જોઈએ.એમાંય ઘટતું હોય એમ એક ગરીબ જનરલ કેટેગરીવાળાને અનામત નડી જાય.અને કદાચ તમને સારી નોકરી  કદાચ મળી પણ જાય તો કામની સાથે રાજનીતિ કે ચમચાગીરી આવડે તો જ તમે ટકી શકવાના બાકી ખાલી ટેલેન્ટના જોર પર ટકવું જરા અઘરું થઇ પડે.દેશ ગુલામ થયો એમા પણ અંગ્રેજો કરતાં વધુ જવાબદાર દેશની જનતા અને એમનો જાતિવાદ અને ધર્મવાદ હતા.અંગ્રેજોના વખતથી જ આપણને પોતાનાં જ લોકોના ટાંટિયા ખેંચવાની ટેવ છે જે હજુ પણ રાજકારણથી માંડીને કોર્પોરેટ સહિત રોજબરોજની જીંદગીમાં જોવા મળે  જ છે.કોઇ દેશનું ભલું કરવા ઈચ્છતા હોય એવાં લોકોને પણ પચાસ માણસો  રોકવાની કોશિશ કરશે.બીજાની લાઇન ભૂંસીને પોતાની લાઇન મોટી દેખાડવાની વિચારસરણી છે.
અહી આત્મહત્યા કરતો ખેડૂત છે.....વિધાર્થી છે...સ્ત્રી છે....બેકાર યુવાન છે.....
સિકકાની આ બાજુ ઘણી વિચિત્ર અને કયારેય ન સમજાય એવી છે.

પણ સિકકાની બીજી બાજુ એટલી જ સરળ અને સુંદર છે.આ એ જ દેશ છે જે તમને તક આપે છે....એક એવી તક અને એવું પ્લેટફોર્મ કે જે તમને દુનિયાની સારામા સારી યુનિવર્સિટીમા અભ્યાસ કરી શકવાને લાયક બનાવે.બાકી ABCD ન આવડે તો એ દેશમાં કોઈ તમને ઘુસવા પણ ન દે અને આપણે તો પાકિસ્તાનના સંગીતકાર,ગીતકાર અને કલાકારને પણ આપણા દેશમા તક આપીએ છીએ.આ જ દેશમાં એક ચા વેચવાવાળો પ્રધાનમંત્રી બની શકે .એક છાપા વેચનાર માણસ દેશના રાષ્ટ્રપતિ બની શકે .કોઇ પણ જાતનુ ફિલ્મ જગતમા બેકગ્રાઉન્ડ ન હોવા છતાં બોલીવુડમા રાજ કરી શકે.એક પેટ્રોલપંપ પર કામ કરનાર ઉધોગપતિ બની શકે. ચાલીમા જન્મેલો માણસ એક કલાકાર બની શકે.રેલ્વેમા કામ કરનાર ક્રિકેટર બની શકે. તો કેમ કહી શકાય કે દેશમા તકની કમી છે.આ જ દેશમાં યુવા ઉધોગ સાહસિક પણ સારા પ્રમાણમા વિકસી રહ્યા છે જે બીજી ઘણી તક ઊભી કરે છે.ઇતિહાસના પાના ઉથલાવીને જોશો તો આ દેશની પ્રશંસા તમે સાંભળો કે ન સાંભળો પણ એટલુ  જરૂર જાણવા મળશે કે આપણા દેશે કયારેય કોઇ બીજા દેશનું કાઇ બગાડયું નથી .પોતાના સપનાંઓ પૂરા કરવા કે કોઇ ઉતમ તક શોધવા બીજા દેશમા જવું કોઈ દેશદ્રોહ નથી પણ આ દેશમાં તક ન મળે તો માત્ર દેશને જ જવાબદાર ગણવો એ જરા  ગળે ઉતરે એવી વાત નથી.

અનામતની જગ્યાએ જો વસ્તી વધારો ઓછો કરવાના આંદોલન થાય તો દેશની અડધી પ્રોબ્લમસનો નિચોડ તો ત્યાં જ આવી જાય.

વિચારવા જેવુ : પસ્ચિમના દેશમા આટલી સગવડો છે જયાં બાળકોને નાનપણથી જ ઉતમ કક્ષાનું  શિક્ષણ  મળે છે તો એ જ દેશની કંપનીઓમાં ભારતીય સીઇઓ કેમ?????

Saturday, August 8, 2015

Salaam Bombay (1988 Movie)


ઘણા ઓછા મુવીઝ એવાં બને છે જે જોયાં પછી પલભર ખુરશી છોડવાનું મન જ ન થાય.બસ ઘડીભર ખુરશી પકડીને  ખાલી સ્ક્રીન સામે તાકી રહેવાનું મન થાય.૧૯૮૮માં રીલીઝ થયેલું સલામ બોમ્બે એવું જ મૂવી છે.ફિલ્મની દરેક પળ ક્લાઇમેક્સ જેવો રોમાંચ આપી જાય છે.ફિલ્મના ડાયરેક્ટરની કથા કહેવાની રીતને દાદ દેવી પડે.દરેક નાની નાની વિગતોનુ એટલું ચોક્કસાઇથી વર્ણન થયેલું છે કે જાણે સામે જ બધું વાસ્તવિકતામાં આવું બની રહ્યું છે.
ફિલ્મનો નાયક ક્રિષ્ના ,૧૦-૧૨ વર્ષનો છોકરો માત્ર ૫૦૦ રુપિયા કમાવા માટ બોમ્બે આવે છે અને કેવા કેવા કામ એને કરવા પડે છે અને એ દરમ્યાન કેવા કેવા લોકો મળે છે એની આ કથા છે.ક્રિષ્નાનુ લક્ષ્ય માત્ર ૫૦૦ રુપિયા કમાઇને પોતાના ગામ પાછા ફરવાનું છે.ફિલ્મનું દરેક કેરેક્ટર મજબૂત છે.એક વેશ્યા છે જેને એક બાળકી છે અને તેની સાથે રમવા માટે એની માતા પાસે સમય નથી.એ બાળકીનો બાપ વેશ્યાઓનો દલાલ છે.ડ્ર્ગ વેચતા વેચતા ખુદ નશાની માયાજાળમાં ફસાયેલો ચિલમ છે. પૈસા લઇને અભણ લોકોને પત્ર લખી આપતો યુવાન છે.આ યુવાન એટલે યુવા વયનો ઈરફાન ખાન.મુંબઇની ગલીઓમાંથી પકડેલા ગુનેગાર બાળકો છે.સવારના ચા પાઉં માટે સબળતા લોકો છે.રોજ જીવાતું મૃત્યુ છે. અને બધા પાત્રોને એવી આશા છે કે એક દિવસ જીંદગી સારી બનશે.ફિલ્મનું દરેક કેરેક્ટર કોઇને કોઈ માયાજાળમાં ફસાયેલું છે છતાંય જીન્દાદિલ છે.ઘણી પળ એવી છે જેમાં કોઇ જ સંવાદ નથી માત્ર બેકગ્રાઉન્ડમાં ચાલીની રોજબરોજની જીન્દગીમાં થતા અવાજ છે. નળમાંથી ટીપ ટીપ કરતી પાણીની બુંદોનો અવાજ છે. બાળકોની ચિચિયારીઓ છે,ઝઘડામાં બોલાતી ગાળો છે.,ગુસ્સો છે,લાચારી છે.ગાલને ભીંજવતા ખારા આંસુ છે.મૂંગી ચીસો છે.વિચારવા  પર મજબૂર કરી નાખે અને રુવાંટા ઊભા કરી દે એવા દિલધડક દ્રશ્યો છે.બહુ ઓછા ડાયરેક્ટર એવાં હોય છે જે તમને સ્ક્રીન પર પણ ગંધ સુગંધનો અહેસાસ કરાવી શકે.કોઇ કથાને અને એમાં આવતા પાત્રોની જીવનકથાનુ બારીકાઇથી વર્ણન કરવા માટે ખરેખર ટેલેન્ટ જોઈએ .
કોઇની જીંદગી એવી પણ હોય શકે કે જે હમેશા દુઃખ ,વેદના અને લાચારીની ઊંડી ખીણમાં ધકેલાઈ ગઇ હોય.અને જેટલી પણ વાર એ ખીણની બહાર નીકળીને આનંદની એકાદ પળ ચોરવાની કોશિશ કરે કે પાછા એ જ ખીણના અંધકારમાં ગરકાવ થઇ જાય.ક્રિષ્નાની હિંમતની પણ દાદ દેવી પડે જે પોતે ખુદ પોતાની મુસીબતો સંભાળતા સંભાળતા બીજા કેટલાયની જીંદગી સંભાળવાની કોશિશ કરે છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે મૂવી મનોરંજન માટે નથી .વાસ્વિકતાને ઘણું જ નજીક છે અને ક્લાઇમેક્સ પણ મુવીને અંધારી ખીણમા ફેંકી દે એવો છે.

સલામ બોમ્બે,સલામ મીરા નાયર!!!!

Tuesday, June 30, 2015

जिंदगी बस यूही गुजरती चली!!!!!!!

ज़िंदगी बस यूही गुजरती चली

कुछ लोग बस मिलते रहे बार बार

कुछ बस मिलके बिछड़ते रहे

राहों मे कोई अजनबी मिला कभी

तो कभी कोई अपना अजनबी हो चला

रास्ते के पत्थर बस वही दास्तान सुनाते रहे

और फूल मूरजाते चले वही रास्ते पर

पेड़ो की छाव वही लेट गई रास्ते पर

जिसे कुचलकर हम चल दिए

मंज़िल तो पता था एक ही हैं

मिलना तो मौत से ही हैं

पर फिर भी हम रास्ते बदलते रहे

कुछ मुसाफिर बस दिल मे बस गये

कुछ यूही दिल चीर के निकल गये

रास्ते मे बहोत कुछ मिलता गया

जो पता था मौत लेने वाली हैं हमसे

वो तो ज़िंदगी को भी नही छोड़ती

जिंदगी बस यूही गुजरती चली!!!!!!!

Saturday, April 25, 2015

एक रात थी जो बड़ी हसीन थी,.

एक रात थी बडी हसीन सी,
आसमन था पूरा जिसमे तारे थे अनगिनत,
एक चाँद था और शहर पे सोई हुई उसकी  चाँदनी थी,
कुत्ते थे चौराहे पे कभी कभी भौंकते हुए,
रास्ते थे जो सन्नाटे से भरे थे,
एक गरीब था जो फूटपाथ पे सोया था
जेसे पूरा शहर उसका हो,
कुछ आँखो में नींद नहीँ थी
कुछ  में  सूखे हुए आँसु थे,
एक  आवाज़ थी कही बच्चे के रोने की,
शहर के तालाब के उपर जिलमिलाति चाँद की रोशनी थी,
पटरी पे सरकती हुए ट्रेन थी जो रात के सन्नाटे को चीर के निकल रही थी,

सन्नाटा था,सिसक थी,शांति थी,चेन था,शुकून था,आँसू थे,

सूरज दुनिया के दूसरे छोर पे था
पर वेश्यालय में जेसे अभी दिन था,

और एक रात थी जो बड़ी हसीन थी,...