દેશને જરુર છે આંદોલનની....પણ અનામતના નહિ....
આંદોલન થવું જોઇએ વસ્તી વધારો રોકવાનું.....નોકરીની નવી તકો ઊભી કરવાનું....દેશમા ઉચ્ચ્ કક્ષાની કોલેજ કે યુનિવર્સિટીની સ્થાપના થાય એવું આંદોલન થવું જોઇએ...
પાટીદાર સમાજના અનામત આંદોલનના સમાચાર લગભગ રાષ્ટ્રીય સમાચાર બની ચૂક્યા છે.રેલીની તારીખ અને સમયના મેસેજ વોટ્સ અપ પર ફરતા થયા છે.
વોટ્સ અપમાં તો ત્યાં સુધીના સમાચાર ફેલાવવામાં આવ્યા છે કે બહારગામથી રેલીમાં જે લોકો ભાગ લેવા માટે આવશે એમના માટે મફતમા બસની સુવિધા તેમજ શહેરમાં ખાવા પીવા તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે...જો ખરેખર આપણામાં આવી વ્યવસ્થા કરવાની તાકાત હોય તો એનો ઉપયોગ સાચી દિશામાં થવો જોઈએ ને...!!...ગામડામાંથી શહેરમાં ભણવા આવતા ગરીબ મધ્યમ વર્ગના લોકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા કેમ ન થઇ શકે??...ગામડામાથી શહેરમાં ઈન્ટરવ્યુ આપવા માટે આવતા તમારી જ જાતિના કોઇ વ્યક્તિને મફતમાં બસસેવા આપો ત્યારે એને ખરા અર્થમાં મદદ કહેવાય .બાકી કોઇ રાજનૈતિક સ્વાર્થ ખાતર તમે આવા આંદોલનમાં મદદ કરો તો તમે ના તો તમારી જાતિનુ ભલું કરો છો ના તો દેશનું...
અને એવુ પણ નથી કે પાટીદારના ગરીબ મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે મદદ કરવા વાળું નથી ..પણ એ આંકડો હજુ ઘણો નાનો છે.
એ વાત ૧૦૧% કબૂલ કે અનામતના લીધે સામાન્ય કેટેગરીના ગરીબ મધ્યમ વર્ગના લોકો સારી નોકરી કે પછી આઈ.આઈ.ટી કે આઈ.આઈ.એમ જેવી કોલેજોમાં એડમિશનથી વંચિત રહી જાય છે. એનો ઉકેલ અનામત નાબૂદી હોય શકે પણ અનામતમા પ્રવેશ માટેનું આંદોલન તો એનો ઉકેલ નથી જ..
ચલો એવું માની પણ લઇએ કે અનામત મળી પણ ગઇ તો શું બધાંને નોકરી મળી જવાની છે?...બધાને શું આઈ.આઈ.ટી કે આઈ.આઈ.એમમાં એડમિશન મળી જવાનું છે???....છેલ્લે તો બધું ખુદના પરિશ્ર્મ અને ટેલેન્ટ પર જ આવીને ઊભું રહેવાનું ....સરકારી નોકરીને બાદ કરતાં બીજી બધી જ જગ્યાએ તમારું સ્કોરકાર્ડ અને તમારુ એકેડેમિક પરર્ફોરમન્સ જ જોવામાં આવશે ...નહિ કે તમારી જાતિનું પ્રમાણપત્ર....
દેશ પહેલાં પણ ગુલામ થયો હતો કેમ કે અંગ્રેજોને પણ આપણાં દેશની નબળાઈ ખબર હતી એટલે જ આપણને અંદર અંદર લડાવીને ગુલામ બનીવી લીધા અને દેશ લૂટાંઇ ગયો.પછી આઝાદી પાછી લેતા ફીણ આવી ગયા હતાં .દેશ મહાસતાનો પુરો પોટેન્શિયલ ધરાવે છે અને જાતે જબરબાદ થવાનો પણ...જો આવી રીતે જ દરેક વ્યક્તિ માત્ર અને માત્ર પોતાની જાતિ કે સમાજનું વિચારશે તો બની રહ્યો દેશ વિકસિત....
છતાંય જો તમારે આ અનામતનું આંદોલન કરવું જ હોય અને રેલીમાં ભાગ લેવો જ હોય તો રાજીખુશીથી એમ કરી શકો છો પણ મહેરબાની કરીને નીચે "જય સરદાર " એવું ન લખશો અને વોટ્સ અપ પર આ આંદોલનના પ્ર્ચાર માટે સરદાર પટેલનો ડીપી રાખીને એમનું અપમાન ન કરશો .જયાં સુધી હું એમની જીવનકહાની જાણું છું એટલું તો હુ છાતી ઠોકીને કહી શકું કે એ મહાપુરુષ ક્યારેય આવા રેલી કે આંદોલનનું સમર્થન ન કરત.
લિ.
કેવિન પટેલ
(Category : General)