માઇક્રોસોફ્ટ અને ગુગલમા સીઇઓ તરીકે ભારતીયની નિમણુક થયા પછી
ઘણા લોકોના સવાલ હતા કે વિશ્વની અગ્ર્ણી કંપનીઓમાં ઘણી બધી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દ્દાઓ પર ભારતીયો છે,કેમ આ લોકો પોતાના જ દેશમાં કોઇ ઉચ્ચ હોદ્દા પર નેત્તૃત્વ નથી કરી રહ્યા ?કેમ ભારતમાં એટલી તક નથી?
તો મિત્ર,સિકકાની એક તરફ તમે જોવો તો એવું જ લાગે કે આ દેશમાં તક બહું ઓછી છે.ગ્રેજ્યુએટ થઇને બહાર પડનારા માટે બેકારી રાહ જોઇને જ ઊભી છે.આઇ.આઇ.એમ કે આઇ.આઇ.ટીમા જેટલી સીટ હોય એના કરતાં સો ગણા લોકો બહાર લાઇનમા એડમિશન લેવા ઉભા છે.અને આપણા માટે ભણવુ એટલે સારી નોકરી મળવી જોઈએ.એમાંય ઘટતું હોય એમ એક ગરીબ જનરલ કેટેગરીવાળાને અનામત નડી જાય.અને કદાચ તમને સારી નોકરી કદાચ મળી પણ જાય તો કામની સાથે રાજનીતિ કે ચમચાગીરી આવડે તો જ તમે ટકી શકવાના બાકી ખાલી ટેલેન્ટના જોર પર ટકવું જરા અઘરું થઇ પડે.દેશ ગુલામ થયો એમા પણ અંગ્રેજો કરતાં વધુ જવાબદાર દેશની જનતા અને એમનો જાતિવાદ અને ધર્મવાદ હતા.અંગ્રેજોના વખતથી જ આપણને પોતાનાં જ લોકોના ટાંટિયા ખેંચવાની ટેવ છે જે હજુ પણ રાજકારણથી માંડીને કોર્પોરેટ સહિત રોજબરોજની જીંદગીમાં જોવા મળે જ છે.કોઇ દેશનું ભલું કરવા ઈચ્છતા હોય એવાં લોકોને પણ પચાસ માણસો રોકવાની કોશિશ કરશે.બીજાની લાઇન ભૂંસીને પોતાની લાઇન મોટી દેખાડવાની વિચારસરણી છે.
અહી આત્મહત્યા કરતો ખેડૂત છે.....વિધાર્થી છે...સ્ત્રી છે....બેકાર યુવાન છે.....
સિકકાની આ બાજુ ઘણી વિચિત્ર અને કયારેય ન સમજાય એવી છે.
પણ સિકકાની બીજી બાજુ એટલી જ સરળ અને સુંદર છે.આ એ જ દેશ છે જે તમને તક આપે છે....એક એવી તક અને એવું પ્લેટફોર્મ કે જે તમને દુનિયાની સારામા સારી યુનિવર્સિટીમા અભ્યાસ કરી શકવાને લાયક બનાવે.બાકી ABCD ન આવડે તો એ દેશમાં કોઈ તમને ઘુસવા પણ ન દે અને આપણે તો પાકિસ્તાનના સંગીતકાર,ગીતકાર અને કલાકારને પણ આપણા દેશમા તક આપીએ છીએ.આ જ દેશમાં એક ચા વેચવાવાળો પ્રધાનમંત્રી બની શકે .એક છાપા વેચનાર માણસ દેશના રાષ્ટ્રપતિ બની શકે .કોઇ પણ જાતનુ ફિલ્મ જગતમા બેકગ્રાઉન્ડ ન હોવા છતાં બોલીવુડમા રાજ કરી શકે.એક પેટ્રોલપંપ પર કામ કરનાર ઉધોગપતિ બની શકે. ચાલીમા જન્મેલો માણસ એક કલાકાર બની શકે.રેલ્વેમા કામ કરનાર ક્રિકેટર બની શકે. તો કેમ કહી શકાય કે દેશમા તકની કમી છે.આ જ દેશમાં યુવા ઉધોગ સાહસિક પણ સારા પ્રમાણમા વિકસી રહ્યા છે જે બીજી ઘણી તક ઊભી કરે છે.ઇતિહાસના પાના ઉથલાવીને જોશો તો આ દેશની પ્રશંસા તમે સાંભળો કે ન સાંભળો પણ એટલુ જરૂર જાણવા મળશે કે આપણા દેશે કયારેય કોઇ બીજા દેશનું કાઇ બગાડયું નથી .પોતાના સપનાંઓ પૂરા કરવા કે કોઇ ઉતમ તક શોધવા બીજા દેશમા જવું કોઈ દેશદ્રોહ નથી પણ આ દેશમાં તક ન મળે તો માત્ર દેશને જ જવાબદાર ગણવો એ જરા ગળે ઉતરે એવી વાત નથી.
અનામતની જગ્યાએ જો વસ્તી વધારો ઓછો કરવાના આંદોલન થાય તો દેશની અડધી પ્રોબ્લમસનો નિચોડ તો ત્યાં જ આવી જાય.
વિચારવા જેવુ : પસ્ચિમના દેશમા આટલી સગવડો છે જયાં બાળકોને નાનપણથી જ ઉતમ કક્ષાનું શિક્ષણ મળે છે તો એ જ દેશની કંપનીઓમાં ભારતીય સીઇઓ કેમ?????
Ultimate. ...
ReplyDeleteExcellent K"WIN"
ReplyDeleteVery nice... Provoked a thought in me.
ReplyDeleteThank you very much for sparing your time to read n feedback...
DeleteWow kevin������
ReplyDelete